STORYMIRROR

Shivaji Rajput Shivam Vavechi

Fantasy Comedy Others

2  

Shivaji Rajput Shivam Vavechi

Fantasy Comedy Others

ઘણી ગઝલો લખી નાખી

ઘણી ગઝલો લખી નાખી

1 min
13.8K


તારી મહોબતમાં ઘણી ગઝલો લખી નાખી

જીવનની ચાહતમાં ઘણી ગઝલો લખી નાખી

 

જીવનનાં દર્દો કાયમી મહેફિલમાં જીવ્યા'તા

એની યે સોબતમાં ઘણી ગઝલો લખી નાખી

 

આપી શક્યો ના દાન હું બાંધ્યો પગારી છું

આથી સખાવતમાં ઘણી ગઝલો લખી નાખી

 

દિલની રહે દિમાગ સાથે જ્યાં મગજમારી

દિલ-એ-બગાવતમાં ઘણી ગઝલો લખી નાખી

 

એનાં દરદની પણ દવા મારી ગઝલ શિવમ

આવી જ દાનતમાં ઘણી ગઝલો લખી નાખી

 

 

 

 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy