STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy Romance

ખામોશીના ઝાંઝર

ખામોશીના ઝાંઝર

1 min
27.4K


ખામોશીનાં ઝાંઝર વાગે છે,

આ એકલતા મારી જાગે છે,


સાંભળીને સૂર સન્નાટાનાં,

આ ઝંખનાઓ દૂર ભાગે છે,


અસાધ્ય આ પ્રેમ રોગ હવે,

ઔષધ યાદોનાં માંગે છે,


જો વિજોગણ ચમકી વિજ,

વાદળ વિયોગનાં ગાજે છે,


મનની ધરા તરસી જન્મોથી,

હવે એક વરસાદ ચાહે છે,


"પરમ" ઇંતઝારની હદ જો,

જાતને પરાણે "પાગલ" રાખે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama