STORYMIRROR

THAKOR BHARATSINH

Romance Others

3  

THAKOR BHARATSINH

Romance Others

કેસૂડો રંગાયો

કેસૂડો રંગાયો

1 min
160

ફાગણ આવ્યો ને કેસૂડો રંગાયો

ફાગણ આવ્યો ને કેસૂડો લહેરાયો,


કેસુડે કેસૂડે ઊડે શબ્દ રંગ ગુલાબી

ઘેરૈયાએ ઘોળ્યો કસુંબલ ગુલાબી,


કોયલને કંઠે ગવાયો શબ્દરૂપી રંગ,

મયુર સંગ રેલાયો નાચ ગાનનો રંગ,


નવોઢાએ સેથામાં પૂર્યો પ્રેમનો રંગ,

વસંતના વાયરામાં ઊડે શબ્દ રંગ,


સૂરજના તડકે શેકાયો મહેનતનો રંગ,

ઘરના ઉંબરે પોખાયો કસુંબલ રંગ.. !


ઉરમાં સૂતેલી સઘળી વેદનાઓ સળવળી,

ફાગણિયો લહેરાયો રોમમાં નીજ રંગાયો..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance