કેસૂડો હરખાયો જી રે
કેસૂડો હરખાયો જી રે
આવી આવી વસંત,
કેસૂડો હરખાયો જી રે.
ખીલ્યાં વન ઉપવન,
કેસૂડો હરખાયો જી રે.
ગવાયાં ફાગ ને જન કેરા સૂર,
કેસૂડો હરખાયો જી રે.
થયા સૌ સજ્જ હોળી રમવા,
કેસૂડો હરખાયો જી રે.
ચોમેર ફેલાયો ઉલ્લાસ,
કેસૂડો હરખાયો જી રે.
જાગ્યા જીવનના તેજ,
કેસૂડો હરખાયો જી રે.
શોભી રહ્યા વગડા,
કેસૂડો હરખાયો જી રે.
લચી પડી ડાળીઓ,
કેસૂડો હરખાયો જી રે..
જામ્યો અનેરો રંગ,
કેસૂડો હરખાયો જી રે.
