Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Alpa Vasa

Inspirational

3  

Alpa Vasa

Inspirational

કેરળનો કાવ્યાસ્વાદ

કેરળનો કાવ્યાસ્વાદ

1 min
7.1K


લીલોતરી.... લીલોતરી....
ચો તરફ, લીલોતરી.......
જાણે થઈ હું માછલી,
રહી લીલોતરીમાં તરી.

આભને ઢાંકીને ઉભેલી,
તાડ, રબર, કેળ ને
ગર્વીલી ઊંચી નારિયેળી.
આ છે ભૂમી ભગવાનની.

ભદ્રકાળી, વિષ્ણુ, પાર્થસારથી,
શેષનાગ પર પદ્મનાભ સૂતા,
કંકુ, હલદી ચંદનનો પ્રસાદ,
દીપમાન આરતીની આશકા.

આપણી દિવાળી, અહીં ઓનમ,
૫૦ વાની એક પાને, એ સધ્યા. (જમણ)
ઘેર ઘેર થાતી મનભાવન,
સફેદ રંગની સુંદર કોલમ. (રંગોળી)

કથ્થક અને મોહીનીઅટ્ટમ,
નૃત્યમાં તો અવ્વલ કેરળ.
ખૂબ ખાધા અવિયલ અપ્પમ.
ઘુઘવાતો સાગર કોવાલમ.

તન મનની કરવા શુધ્ધિ ને શાંતી,
મસાજ જેવો કોઈ પર્યાય ના.
કુદરતી સૌંદર્ય ને સાંસ્કૃતિક વારસો,
કેરળ સિવાય બીજે કશે હોય ના.


Rate this content
Log in