કેમ લાગે છે
કેમ લાગે છે
અઢળક પ્રેમ કર્યા પછી તું અપરિચિત કેમ લાગે છે ?
લાગણીઓના સાગરમાં ભરતી આવ્યાં પછી ઓટ કેમ આવે છે ?
મારાં મૌનને તેં નારાજગી સમજી પ્રેમને દફનાવી દીધો,
હવે હૈયામાં દાવાનળ સળગતો કેમ લાગે છે ?
કેટલાય અરમાનો સેવ્યાં હતાં તારી સાથે સહજીવનમાં,
જિંદગી વેદનાનો પટારો કેમ લાગે છે ?
નથી જોઈતી મને તારી કોઈ મહેરબાની હવે આ જિંદગીમાં,
ગમની મહેફિલમાં શ્વાસોના શ્વાસ પણ ઉછળતાં લાગે છે,
તારું હોવું ન હોવું, હવે મને શું ફરક પડે છે ? તે ક્યારેય વિચાર્યું ?
અજાણી ભોમકામાં હવે અપરિચિતની જેમ વસવાનો થાક લાગે છે,
જા, છોડી દે, મને મારાં હાલ પર, જીવી લઈશ,
એક અજનબીની જેમ આ મોસમ પણ બદલાયેલી લાગે છે,
"સખી" કશું છૂટી રહ્યું છે મારાં આ દિલનાં પટારામાંથી,
કદાચ નિઃસાસાને પણ હવે સમયનો વ્યય લાગે છે.

