કેળવણી
કેળવણી
મારો અવાજ સાંભળી તુ આવજે મા,
રસ્તો ભુલી હું, મને કેળવણી આપજે મા.
સ્વાર્થી દુનિયામાં ડૂબી રહી છું,
મને તારી કેળવણી જ બચાવે છે મા.
દુઃખથી હું હારી રડી પડુ છું મા,
તારી કેળવણીથી જીવતા શીખુ છું મા.
જયારે નિરાશ થઇ નાસીપાસ થઇ જાવુ છું,
તારી જ કેળવણી નવો માર્ગ બતાવે છે મા.
અમાસની અંધારી રાતને રોકી લઈને,
ઉગતી સવારનો અજવાસ તારી કેળવણી છે મા.
લાખો લોક ભલે વિરૂદ્ધ મારી એક સામે,
તારી કેળવણી મને ભવપાર ઉતારે છે મા.
શોધી રહી છે ભાવના દુનિયા ની ભીડમા,
કયાંય ના દેખાય તારા જેવી કેળવણી મા.
