STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

4  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

કદરદાન

કદરદાન

1 min
393

તમારી ચાહતના અમે એક જ કદરદાન હતાં,

એ સમજી શક્યા નહીં; તમે કેવા નાદાન હતાં !


ને ખોલી શકાયું નહીં હૃદય અમારાથી એકદમ,

શબ્દો હતાં નહીં કહેવા, એવા એ વિધાન હતાં !


ખંડેર થયાં છે હવે એ યાદોમાં ભીના થઈને જ,

બાકી તો ખૂબ મજબૂત અમારાય મકાન હતાં !


જાણતાં હતાં અમે સઘળું દર્દ સંબંધ તૂટવાનું,

એથી પહેરો ભરી બેસતાં અમે દરવાન હતાં !


તમે તો ફેરવી દીધી છે નઝર 'ઉમંગ' તરફથી,

ને એ બાજુ ઢળેલાં હજુ અમારાં કમાન હતાં !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy