કદર ના કરી
કદર ના કરી
લાગણી અઢળક આપી પણ કદર ના કરી,
અસ્તિત્વજ મારું સોંપ્યું પણ કદર ના કરી,
હારીને પણ શું ? જીતીને વરવાનું કયાં સુધી ?
આવરણ હેઠે મૌન ડૂસકા પણ કદર ના કરી,
સાસરીમાં સાકરના હોય એવું સાંભળ્યું હતું,
લો ભળી ગયા તનમનથી પણ કદર ના કરી,
ઈચ્છાની એકજ બારી અધખુલ્લી રાખી હતી,
જીભ પર શબ્દની બેડીઓ પણ કદર ના કરી,
દર્દ એક જિંદગીનો જ ભાગ છે, સ્વીકાર્યું,
ઝીલે જિંદગી ગુલઝાર કરી, પણ કદર ના કરી !