કદંબ ડાળે
કદંબ ડાળે
કદંબ ડાળે યમૂના તીરે, સાંભળે વેણુરવનો સૂર,
સાંભળી બંસરીસૂર, રાધિકા થઈ ચકનાચૂર..
સૂણી વાંસળીના સપ્તસૂર,
દિલ થયુ અધીર,
કાનૂડા આવવામાં શીદ ને લગાડે વાર ?
બંસરી લાગે બધીર...
શ્યામ વાદળ આંખે આંજી, શ્યામ વરસ્યો ઘેઘૂર,
સાંભળી બંસરી સૂર, રાધિકા થઈ ચકનાચૂર...
સૂર બંસરીના સાંભળી
રાધિકાની આંખ મલકી,
યમુના બની ગાંડીતૂર આજ,
કાના તુજ છાલકથી છલકી...
પ્રેમનો આસવ પી રાધિકા થઈ ચકચૂર,
સાંભળી બંસરી સૂર, રાધિકા થઈ ચકનાચૂર.