કચ્છની ગૌરવગાથા
કચ્છની ગૌરવગાથા
કચ્છની છે આ ગાથા જ્યાં જુઓ ત્યાં માતા માતા
કચ્છની છે આ યાત્રા જ્યાં જુઓ ત્યાં મનની આસ્થા,
કાળા ડુંગરની છે ખ્યાતિ જ્યાં જુઓ ત્યાં સુંદર ડુંગર
પાનધ્રોની છે પ્રખ્યાતિ જ્યાં જુઓ ત્યાં કોલસાની ખાણ,
ઘુડખરની છે માયા અપાર જ્યાં જુઓ ત્યાં રણની રાત
સુરખાબની છે સાંજ સવાર જ્યાં જુઓ ત્યાં પક્ષીનો પ્રવાસ,
માતાનું છે સુંદર ધામ જ્યાં જુઓ ત્યાં માતાનો મઢ
પદયાત્રીઓનું સુંદર ધામ જ્યાં જુઓ ત્યાં સેવાધામ,
કચ્છ નથી તો કંઈ નથી ફરવાનું છે ચારે કોર
જ્યાં જુઓ ત્યાં પ્રવાસી માટે ફરવાના ધામ.
