કબર બન્યો છે આદમી
કબર બન્યો છે આદમી
જીંદગીની આ રાહ પર,
ચાલી રહ્યો છે આદમી,
બેવફા સનમના પ્રેમનો,
શિકાર બન્યો છે આદમી.
તડપી રહ્યો છે પ્રેમમાં,
નિષ્ફળ બનીને આદમી,
મયખાનામાં જઈને નશાની,
લતે ચડ્યો છે આદમી.
દુઃખી થયો છે દુનિયામાં,
બદનામ થઈને આદમી,
અપમાનિત થઈને દિલમાં,
સળગી રહ્યો છે આદમી.
જીંદગીની આ રાહમાં,
ભૂલ્યો પડ્યો છે આદમી,
ભેદ ભરમની જાળમાં,
ફસાઈ ગયો છે આદમી.
રડી રહ્યો છે કરૂણાંથી,
આંસુ વહાવી આદમી,
લમણાં ઉપર હાથ મુકીને,
લાચાર બન્યો છે આદમી.
ચારે તરફથી ચક્કીમાં,
પિસાઈ રહ્યો છે આદમી,
જીવતો હોવા છતાં પણ "મુરલી",
કબર બન્યો છે આદમી.
