કારણ શું હશે ?
કારણ શું હશે ?
આ ફૂલોનું મો કેમ મલક્યું હશે ?
શું ભમરા એ એની પ્રશંસા કરી હશે ?
આ નગર એટલું સુવાસિત કેમ હશે ?
શું! પવને ખભે ઉંચકીઆં સુગંધ ને
નગરમાં ફેરવી હશે ?
આ મેના પોપટ ને કોયલ કરે કલરવ
શું! એને પણ મનગમતો મિત્ર આજે મળ્યો હશે ?
ખડખડાટ હસી રહ્યા છે ઉપવનમાં દરેક પર્ણો
શું વસંતના આગમનની ખબર એને કોઈએ આપી હશે ?
આ મોર એની મસ્ત અદામાં
કળા કરી રહ્યો છે,
કથ્થક નૃત્ય કરી રહ્યો છે,
શું! આં મેઘબિંદુએ હવા સાથે તેના આગમનનો કોઈ
સંદેશ મોકલ્યો હશે ?
આ કૂંપળો હસી હસી ને રાસડા લઈ રહી છે
પવનના તાલે ઝૂમી રહી છે
શું! એને તારા આગમનની જાણ થઈ ગઈ હશે ?
આ મહેકતો મોગરોને ગુલાબી ગુલાબ
સજી ધજીને મલકાઈ રહ્યા છે
શું! એ તારા સ્વાગત માટેની તૈયારી
કરી રહ્યા હશે ?
