STORYMIRROR

Sejal Ahir

Romance

3  

Sejal Ahir

Romance

કાનુડાની પ્રીત

કાનુડાની પ્રીત

1 min
205

હૈયા ઉલ્લાસમાં કાનુડાની પ્રીતમાં ઝૂમી ગઈ,

કહે કાન રાધે બલિહારી યશોદાનંદનને વરી ગઈ,


મોહ, લાલચની અભિલાષા છોડી, વિશ્વાસ સમર્પણ તુજમાં રાખી,

લખ્યું નામ કૃષ્ણ અંતરમાં કાયમ દિલમાં સમાવી,


સહેવાય બધું જ્યારે રૂઠે રાધે કૃષ્ણ મન લાગે બેચેની,

રમે રાસ ગોપીયુના તાલમાં વાંસળીના નાદ પોકારે રાધા આવી ચડી,


માખણ મિસરી વલોવતાં નિસરે કાનો ચોરી છુપે વાત સાંભળી,

મધરાતી આવી માખણ ચોરી ખાય કહે માખણ નથી ખાધા ચોરી,


કાલી ઘેલી વાતમાં ન આવી રાધે મુખડું ચન્દ્રમાં ની ઝાંખી,

વાંસળી વાગી ગોકુળની હર એક નારી કૃષ્ણને મળવા આવી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance