STORYMIRROR

Lata Bhatt

Classics Drama Fantasy

3  

Lata Bhatt

Classics Drama Fantasy

કાનજીએ સપનામાં કીધું

કાનજીએ સપનામાં કીધું

1 min
744


કાનજીએ કાલ આવી સપનામાં કીધું કે શબ્દ તારા પાછા ખેંચ,

સૌની સાથે ફેસબુકમાં ને વ્હોટ્સએપમાં તું મને આમ કાં વ્હેંચ?


કાનજી તો મંડાય રોજ ફેસબુકની મહેફિલે,

કોતરાઇ જાય છે એ તો એમ સૌના દિલે,

કાનજીને કોણ સમજાવે, એ થઇ ગયા સૌના શ્વાસ સાથે એટેચ,

કે કેમ કરવા એને ડિલીટ ફેસબુકમાં સૌથી વધુ જેનું ફૂટેજ.


કાનજી કહે ફેસબુકમાં મારુ એકાઉન્ટ તો છે નહીં,

મેં કહ્યું પાસવર્ડ, ઇ-મેઇલ વિના ખાતુ ખૂલે નહીં,

કાનજી કહે કોનો પાસવર્ડ હું રાખુ, આ રાધા - રુકમણીના પેચ,

‘મેરે તો ગિરધર ગોપાલ’ ગાતી પાછી મીરા આંખ સામે જ.


એકને પાસવર્ડમાં રાખુ તો વળી બીજી રુઠે,

સૌને મનાવતા મનાવતા મારી હામ હવે તૂટે,

ફેસબુકમાં ક્યાંક ફૂટે ના નવી પ્રેમદિવાની કહું છુ એટલે જ,

સૌ સાથે ફેસબુકમાં ને વ્હોટ્સએપમાં તું મને આમ કાં વ્હેંચ?


Rate this content
Log in

Similar gujarati poem from Classics