કાન મારો
કાન મારો
ઊડી ફર ફર ફૂલોની રંગીલી રંગોળી
મૂળિયાં થઈને ઊગી ફરી ગઈ રંગોળી,
ઓ હેલો પતંગિયા ઊભું તો રે' જરાં
એના કેશ ની મહેંક સૂંધી લેને જરાં,
અટકચાળો વાંકડિયા વાળે લટોમાં
ઉપરથી છેડતો છબીલો એક મૂંછાળો,
લીંબુની ફાડ જેવી આંખુયે તાંકતો
મન લલચાવી મૂવો તન ને માંગતો,
એક વાર સાવજ થૈ ફરતો નજરે ચડ્યો
દેવી કેમે ગાળુ ઈ અધરો ચૂમી ગયો,
ખોસી ગુલાબનું ફૂલ ચિતડું ચોરી ગયો
ચોળી મારી તંગતંગ અસવસ્થ ચોટી ગયો,
આમને સામને દિલે રૂબરૂ જ થઈ ગયો
મુજને ચોરી મુજમાંથી લગોલગ થૈ ગયો.

