STORYMIRROR

Vijay Shah

Tragedy

4  

Vijay Shah

Tragedy

કામણ નડ્યું ?

કામણ નડ્યું ?

1 min
173

ભૂલી ગયા તો ભૂલનું કારણ નડ્યું,

કારણ નિવાયુઁ તો પછી તારણ નડ્યું !


ખાધી દયા કાયમ અહીં સંબંધની, 

માફી જરા દીધી અને ભારણ નડ્યું !


આ કંઠથી પીધાં અમે હર ઝેરને,

છે રંજ એ કે કોનું આ મારણ નડ્યું !


માંગ્યું ભલા કણથી વધારે કે દિવસ ?

ને આજ આ માંગ્યા વિનાનું મણ નડ્યું !


કાલે હતા તેવા જ આજે પણ અમે, 

જાણે ખુદા કોનું વળી કામણ નડ્યું ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy