STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational Others

4  

Prahladbhai Prajapati

Inspirational Others

કાળની વેદના ઓ છે

કાળની વેદના ઓ છે

1 min
27.3K


કાળની વેદનાઓ છે કે અશ્રુઓનાં ઍધાણ સમયની

સૂચકતાએ પામ્યા હોત,તો,હયાતી આમ રડતી નહિ


ઢાંકેલા ભાત સમી આ સફર નાં સ્વાદ પહેલાથી ક્યાં છે ?

ને છતાં, બધું જ નિર્મિત હોય એવું થતું જોઈ રડતી રહી


શું કમાલ છે,કોઈ છુપી શક્તિની, ધાર્યું કોઈનુંય,ન,થાય,

પલની ખબર ન્હોય વર્ષોના, આયોજને સફર દોડતી રહી


આપણી આ સફરનો કેટલા બોદો ને અજુગતો આધાર

સમયાંતરે બદલે વિચાર ને વ્યવ્હારી રસમ પકડતી રહી


લાગણીઓની હિમશીલાઓ પીગળે પછી આવે બદલાવ

સમયનું ઝહેર પીવાના આદિ આપણને મૂર્ખતા નડતી રહી


આધાર છૂટી ગયા પછીના વસવસે પ્રાયશ્ચિતના ચરણે સફર

અટવાય ફરી એજ ઝેરના પારખે પાછી હયાતી ફરતી રહી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational