કાલ કોને યાદ છે?
કાલ કોને યાદ છે?


આંખમાં વીતી ગયેલી કાલ કોને યાદ છે?
પાંખમાં વીતી ગયેલી કાલ કોને યાદ છે?
ગણતરી કરતાં હતાં મારી હૃદયનાં પ્રાસમાં,
લાખમાં વીતી ગયેલી કાલ કોને યાદ છે?
આબરુ વેચી અમે કરતાં રહ્યા છોને પ્રણય,
શાખમાં વીતી ગયેલી કાલ કોને યાદ છે?
જિંદગી સળગી પછી કોણે તરતથી ઓલવી?
રાખમાં વીતી ગયેલી કાલ કોને યાદ છે?
જો ફરી જીવંત છે મારી "ખુશી"ઓ કે હવે,
ખાખમાં વીતી ગયેલી કાલ કોને યાદ છે?