જવા દેને
જવા દેને
મને મારામાં જ રે'વા દેને,
થોડી તો શાંતિ જપવા દેને,
થોડો પ્રેમ પામવાતો જવા દેને,
ભૂખ લાગી છે તો જમવા દેને,
મને શમણામાં પામવા જવા દેને.
મારી શોધખોળ કરવાનું રે'વા દેને,
પ્રેમ તો છેલ્લે અધીરો જ રે'વાનો,
મન ભરીને થોડું રડવા દેને,
લાગણી સાવ કોમળ છે,
એને તો નિરાંતે જપવા દેને.
