STORYMIRROR

Nilam Jadav

Children

3  

Nilam Jadav

Children

જુઓ મારી છત્રીનો વટ

જુઓ મારી છત્રીનો વટ

1 min
379

જુઓ મારી છત્રીનો વટ....


ચોમાસામાં ઉપયોગી,

ને થાતી મારી સંગી.


લાલ, પીળી ને કાળી,

ને લાગે રૂડી-રૂપાળી.

જુઓ મારી છત્રીનો વટ....


પોતે પલળતી જાય,

ને સૌને કોરા રાખતી જાય.

જુઓ મારી છત્રીનો વટ....


ઉનાળામાં રક્ષણ કરે ગરમીથી,

ને શિયાળામાં ઠંડીથી.

 જુઓ મારી છત્રીનો વટ....


નાના ભૂલકાઓને ખૂબ જ ગમતી,

ને કાગડો થઈને ગેલ કરતી.

 જુઓ મારી છત્રીનો વટ...


વર્ષાની એ બહેનપણી છે,

ને ચોમાસામાં વ્હાલી લાગે છે.

જુઓ મારી છત્રીનો વટ.


Rate this content
Log in

Similar gujarati poem from Children