જુના દિવસો
જુના દિવસો
કેવા હતા એ દિવસો દોસ્ત,
જ્યારે જતા આપણે,
નિશાળે દોસ્ત,
સૂરજ ઊગે ને,
જલ્દીથી તૈયાર થઈ,
રાહ જોતા સ્કૂલ બસની,
ટન ટન ટન ઘંટડી વાગે,
અને સૌ કોઈ ઊભા,
રહેતા એક લાઈનમાં,
પ્રાર્થના પતે પછી,
સો દોડતા પોતાના,
ક્લાસમાં,
રાહ જોતા શિક્ષકની ને નકલ પણ
કરતા એમની,
યાદ આવે છે,
ઈ દિવસો દોસ્ત,
રાહ જોતા આપણાં,
ભાઈબંધ શું લાવ્યા હશે
ટિફિનમાં કોનું હશે સારું
સાથે દોસ્તોની કરતાં ટિફિન,
રમતગમતમાં ભાગ લેતા સો,
આજે જ્યારે જોઉ છું મારા બાળક,
ને તો ખોવાઈ જાઉં છું મારા દિવસો.
