Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

dhara joshi

Abstract

4.5  

dhara joshi

Abstract

જરૂરી નથી....પણ

જરૂરી નથી....પણ

1 min
250


બધાં તમને સમજે એ જરૂરી નથી

દરેક તમારી વાત ને માને એ જરૂરી નથી,


બધાં તમને ધ્યાનથી સાંભળે એ જરૂરી નથી

દરેક તમારી વાત ને ટેકો આપે એ જરૂરી નથી,


દરેક ને માટે તમે ખાસ બનો એ જરૂરી નથી

દરેક સફળતાને તમે સિદ્ધ કરો એ જરૂરી નથી,


બધાં તમને માન આપે એ જરૂરી નથી

દરેક માટે તમે સારા બનો એ જરૂરી નથી,


દરેક આશાઓ પૂરી થાય એ જરૂરી નથી

પણ


 તમે કેવું જીવો છો એ જરૂરી છે,

તમે કેટલા ખુશ છો એ જરૂરી છે,


તમે તમારા કામથી કેટલા સંતોષી છો એ જરૂરી છે

તમે તમારા માટે કેટલું કરો છો એ જરૂરી છે,


જેને તમારા માટે આખું જીવન આપ્યું છે

તેને તમે કેટલું રીટર્નમાં આપ્યું છે એ જરૂરી છે,


તમારી પાસે રહેલા સમયમાંથી કેટલો તમે ઇન્વેસ્ટ કરો છો

એ જરૂરી છે

જીવનની દરેક પળમાં તમે કેવી રીતે આનંદ મેળવો છે એ જરૂરી છે,

દુનિયા જે અનુભવ કરાવે એમાંથી તમે કેટલું શીખો છો એ જરૂરી છે.


Rate this content
Log in