STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Fantasy

જર્જરિત સંબંધોનું કપડું

જર્જરિત સંબંધોનું કપડું

1 min
174

પ્રેમનો દોરો અને લાગણીની સોય લઈ,

બેઠી હું તો જર્જરિત સંબંધોને સાંધવા,

પણ જોડાણ કરી નાં શકી હું,


જર્જરિત સંબંધોનું કપડું અને બુઠ્ઠી લાગણીની સોય હતી,

દોરાએ પણ સોયનો સાથ છોડી દીધો,

પોતાના રસ્તો એણે મોડી લીધો,


સંબંધના કપડાંનાં થયા લીરે લીરા,

એક વખત હતા જે કિંમતી હીરા,

જર્જરિત કપડું સંબંધનું, એ ફાટી ગયું,

કિંમતી હીરો હતું, એ માટી થયું,


ફાટી ગયું સંબંધનું જર્જરિત કપડું, એ બહુ પ્યારું હતું,

શું કરવું એનું ? આજે કોઈનું થયું, જે ક્યારેક મારું હતું,

જર્જરિત થવાનું કારણ હતું અહમ,

જે ગયું દર્દ એ જ, જે ક્યારેક હતું મારું મરહમ,


નાઈલાજ બની ગઈ મારી બીમારી,

જગતના વૈદ્યોને પણ નથી ફાવતી કારી,

સંબંધના મોતી ગયા બધા વિખરાઈ,

હું એક સૂત્રે બાંધુ કેમ ? જ્યારે લાગણી ગઈ છે સૂકાઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy