જોઈ લીધા
જોઈ લીધા
જોઈ લીધા આંખોથી હવે દુનિયા જોઈને શું કામ
મઢી લીધા નજરમાં હવે જગમાં જોઈને શું કામ,
રૂપથી રોશન કરી દીધા હવે રોશનીનું શું નામ
સ્મિતથી સૌરભ પાથરી દીધી હવે મિતનું શું કામ,
ધ્યાનથી છટા પાથરી દીધી હવે દુનિયાની છટાનું શું કામ
ઈશારાના અહેસાસથી આંજી લીધી હવે આંજણનું શું કામ,
હૈયાથી હેતમાં સાચવી લીધી હવે હમદર્દનું શું કામ ?
