STORYMIRROR

divya dedhia

Fantasy Others

3  

divya dedhia

Fantasy Others

જો તું

જો તું

1 min
149

ખુલી આંખ રાખી જરા સ્વપ્ન જો તું,

જતનથી જ મળશે હશે મગ્ન જો તું,


ઘટાદાર વૃક્ષે છે પંખીનો માળો,

કપાતાં એ ડાળી થતું ભગ્ન જો તું,


ખુશીઓ મળે તો રહેવું સુખેથી,

હસીને સહી લે બધા વિઘ્ન જો તું,


રહીને અભણ ક્યાં ભવિષ્ય લખાશે,

બનીને જ સાક્ષર કરે યત્ન જો તું,


તરસ ’દિવ્ય’ મટશે વિના કામ કર્યે,

રહેશે જ જોતો દિવાસ્વપ્ન જો તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy