જો તમે આવશો જીવનમાં
જો તમે આવશો જીવનમાં
જો તમે આવશો તો આંગણે વસંત નવા રંગો ભરી જશે,
આ નટખટ સમીર પણ ફૂલોની પથારી કરી જશે,
તારું સ્મિતભર્યું મલકાતું મુખડું જોઈને,
આ હૈયું પણ ધબકવાનું કામ આદરી દેશે,
તારું આ મનમોહક રૂપ જોઈને જોને આ,
મેઘધનુષ્ય પણ નવા રંગો ભરી જશે,
તારું આ ચાંદ જેવું ચમકતું મુખડું જોઈ,
આ ચાંદ પણ નવો ઉજાસ ધરી જશે,
મળશે જીવનમાં મને જો તારો સંગાથ,
તો આ ભાગ્ય પણ મારા દુ:ખડા હરી જશે,
ઊગી જશે મારા જીવનમાં સુખનો સૂરજ,
આ કાળી ડીબાંગ રાત્રિ પણ હારી જશે.
