જન્મોત્સવના વધામણા માધવ
જન્મોત્સવના વધામણા માધવ
લાખેણી કલમના ધણી,
હે શારદા કુલ શિરોમણી,
મારા માધવને ખમ્મા ઘણી,
વંદન તવ માતપિતાને કરું
મૂર્તિ પ્રેમની જનેતાએ જણી,
મારા માધવને ખમ્મા ઘણી,
ઓળંગવી નથી હૃદયની રેખા,
મળે ભવોભવ તને રુકમણી,
મારા માધવને ખમ્મા ઘણી,
રાધાનું રટણ તું, મીરાનું કવન તું,
જીવું તને મારું જીવન પૂરું ગણી
મારા માધવને ખમ્મા ઘણી,
માધવનેત મિત્રોની ભલે હૃદયમાં,
રાખજે પાસ મને સુદામા ગણી,
મારા માધવને ખમ્મા ઘણી,
સર્વ સંબંધોથી નોખી આ મૈત્રી
તને મળીને લાગ્યું હું મને મળી
મારા માધવને ખમ્મા ઘણી,
એવું નથી કે શબ્દો જડતા નથી,
વાગી ન જાય કયાંક તને અણી,
મારા માધવને ખમ્મા ઘણી,
પ્રાર્થના "પ્રતીતિ"ની તવ કાજે,
દુ:ખ ના આવે કોઈ તારા ભણી,
મારા માધવને ખમ્મા ઘણી.

