STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Tragedy

3  

Bhavna Bhatt

Inspirational Tragedy

જન્મ

જન્મ

1 min
1.0K




આ જન્મ મરણની માયાજળ કેવી અદ્ભુત હોય છે,

જે સાયન્સની પહોંચની બહાર હોય છે.


જન્મની પીડા અહીં ક્યાં સવિશેષ હોય છે???

પણ મરણની પીડા અધિકાધિક હોય છે.


જન્મથી બધાની જીંદગી ખુશખુશાલ હોય છે,

મરણના ઘાવથી આંસુ આંખથી ક્યાં દૂર હોય છે???


જન્મ મરણના ખેલ છૂટી જાયે તો બાકી ક્યાં શેષ હોય છે,

ભાવનાથી જોડાયોલા જન્મ મરણના બંધન હોય છે.


જન્મ મરણ દરેક સંબંધને જોડતી એક સાકળ હોય છે,

આ જન્મ મરણના ફેરા પણ કલ્પના બહારના હોય છે.


જન્મ મરણ એ સિક્કાની બે બાજુ હોય છે,

આવ્યા છે તો જવાનુ નિશ્ચિત જ હોય છે...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational