જનક
જનક
આંગળી પકડી બતાવતો જગ તણું આંગણું,
જનક હદયમહી રાખતો સંતતિ વાત્સલ્ય.
શીખ સંભાળે, અનુભવધારા આપતી પ્રેરણા,
વાણી ઉત્સાહ પ્રેરક, કદી ના બનતી શલ્ય.
દીસે સદૈવ શ્રીફળ સમાન બહારે કઠોર કાય,
ભીતરની કોમળતા વિકસાવે સદાય કૌશલ્ય.
કડપ દાખવે, શિસ્ત સૂચવે, બંધનોથી બાધે,
એ નિયમોની કડકાઈથી સ્પર્શે ના વૈફલ્ય.
હિંમત અને સાહસના પાઠ શિખવતો હંમેશ,
તાતના કૂનેહથી સંતાનના જીવને સાફલ્ય.
