Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Deviben Vyas

Drama

3  

Deviben Vyas

Drama

જિંદગી

જિંદગી

1 min
198


સૂર્ય કેરા તો ઉદયથી જાગતી આ જિંદગી,

કેસરીયા રંગ લઈને ફાગતી આ જિંદગી,


કેટલો કલરવ સવારે, ગૂંજતો પંખે ચડી,

પાંખમાં આશા ભરીને, ઝાંકતી આ જિંદગી,


ભોર વેળા શોર સુંદર, તો જગાવે પ્રકૃતિ,

કાંધ પર જોમી યુવાની, ફાલતી આ જિંદગી,


તાપ તડકાને સહીને, શ્વાસ માળા ગૂંથતી,

ભૂત ભૂલી આશ સાથે, રાચતી આ જિંદગી,


કામનાઓનો ખડકલો, જિંદગીભર વેઠતાં,

શીત -ઉષ્ણી સંગ પવને, ચાલતી આ જિંદગી,


સૂર્ય કેરી અસ્ત વેળાને સલૂણી ઝંખતા,

સાંધ્ય વેળાના સગડથી, થાકતી આ જિંદગી,


સ્વાદ ખટ-મીઠાં ભરીને, જાતને સંભાળતાં,

તોર ને તોખાર મૂકી, થામતી આ જિંદગી.


Rate this content
Log in