જિંદગી કેવી મજાની હતી
જિંદગી કેવી મજાની હતી
અમારી જિંદગી કેવી સુંદર મજાની હતી !
જીવનમાં તો બસ અમારે મિજબાની હતી.
પરિસ્થિતિથી મજબૂર થઈ છોડ્યો સાથ,
નહિ તો એનામાં પણ ખાનદાની હતી.
આવી આંધી, અને બુઝાઈ ગયો ખુશીનો દીપ,
એમાં થોડી અવળચંડાઈ હવાની હતી.
કોઈ દુઃખ, કોઈ પીડા, કોઈ વેદના નહોતી,
અમારી જિંદગી કેવી મજાની હતી !
પરિસ્થિતિ સામે લાચાર થઈ ગયા બંને,
નહિ તો એ પણ મારા પ્યારમાં દીવાની હતી !
સમય અને સંજોગોના માર્યા હતા અમે બંને,
નહિ તો લૈલા મજનૂ જેવી અમારી કહાની હતી !

