જીવવું છે
જીવવું છે
તારા પ્રેમમાં મારે પડવું છે,
ગુલાબ બની ખીલવું છે,
તને મારાથી કરે કોઈ દૂર,
તો તેની જોડે હવે લડવું છે,
ચોરીના સાત ફેરા ફરીને,
સાતેય ભવ તને મળવું છે,
પરિવારની ખુશીઓ માટે,
મારે ઢાલ બનીને જીવવું છે,
"સરવાણી" વૃદ્ધ થઈને,
પૌત્ર પૌત્રી જોડે રમવું છે.

