STORYMIRROR

Tirth Soni "Bandgi"

Abstract Inspirational

4  

Tirth Soni "Bandgi"

Abstract Inspirational

જીવવા દે

જીવવા દે

1 min
362

છે જીવનના ક્ષણ ચાર, જીવવા દે

દર્દ તેં દીધું, મેં સ્વીકારી લીધું,

એ દર્દનો જ છે આધાર, જીવવા દે,


તારે મન એમ કે આકરી પરીક્ષા કરી લઉં,

મૌન રહી હું સહન નહીં કરી લઉં.

લઈ લે કસોટી પરવરદિગાર પણ, જીવવા દે,


હશે જે મંજૂર તને એમાં મારી હા હશે,

પણ જો અન્યાય થયો તો સવાલ થશે,

રાખજે દરેકના જવાબ તૈયાર, મને જીવવા દે,


છે પરીક્ષા તેં આદરી તારા જ અંશની,

તો પરિણામ પણ તારા જ આવશે,

છોડી દઉં બધું તુજ પર કિરતાર, બસ જીવવા દે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract