STORYMIRROR

Dr. Ranjan Joshi

Tragedy

4  

Dr. Ranjan Joshi

Tragedy

જીવનનૈયા

જીવનનૈયા

1 min
244

કોઈ દિ' ઊગે સૂરજ ના એ, આવી કેવી રાત?

જીવનનૈયા મઝધારે છે, કેમ કરું હું વાત?


સુખ મળે તો સાથે આવે‌ દુઃખની રેલમછેલ,

થાક્યો નથી તું ‌ઈશ્વર‌ મારા હવે છોડ આ ખેલ,


અંધારાથી ટેવાયો છું, આપ અમાસની રાત,

જીવનનૈયા મઝધારે છે કેમ કરું હું વાત?


તું સાચો છે ખૂબ એ તો જાણ્યું મેં શાસ્ત્રોમાં,

પળભર આવી જીવી જાણ તું તારા આ પાત્રોમાં,


સકળ દુઃખોના વખ પીધા છે અંતિમ આપ નિરાંત,

જીવનનૈયા મઝધારે છે કેમ કરું હું વાત?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy