જીવનચક્ર સંસારે
જીવનચક્ર સંસારે
માનવ થઈ અવતરવા મળ્યું આ સૃષ્ટિમાં જીવન,
બાળ થઈ ડગ માંડ્યા, રમતાં બાળાવૃત્તિમાં જીવન.
સંસારે એમે વધતાં આગળ, યૌવન કાર્યે વ્યસ્ત,
જીવનચક્ર સંસારે ફરતું, રાગે વસિયા જીવન.
જીવનમાં આવ્યાં ખાલી હાથે, જાવું ખાલી હાથે,
તોયે મીઠાં વળગણ માણે મધલાળે રસિયા જીવન.
તડકા છાંયા આવે ખુબ, કરવા પારે સૌ એ લડતાં,
સ્નેહે નૌકા ઓવારે, સ્વ તરણું લઇ તરિયા જીવન.
લક્ષ ઊંચા જો પરમાર્થે કરવા કામે જે ભક્તિ ભરે,
જન્મારો સુધરે ને શાંતી દઇ સૌને સુખિયા જીવન.
પ્હોંચે વૃદ્ધત્ત્વને આરે, લકડી ટેકણ સાથી જે,
ઈચ્છા ના કોઈ બચતી,ઇશચરણે તો ભળિયા જીવન.
ના અઘરું જીવન ઋતુચક્ર આ,જો સ્વયંને પરખી,
ભીતર જીવનમંત્ર આ નવનીત તણો, ભરિયો જીવન.