STORYMIRROR

RASIKBHAI PARMAR

Classics Fantasy Inspirational

3  

RASIKBHAI PARMAR

Classics Fantasy Inspirational

બે બોલ એના

બે બોલ એના

1 min
171

બે બોલ, એના; 

પછી તરવરાટ;

મારો જોઈ લો.


એટલો ઊંડો,

શ્વાસ લેવાયો, શાંત,

તરવરાટ.


છાનો રહેલો,

તરવરાટ, ઉપસી;

આવે, ગમે ત્યાં.


રહેશે નહિ,

તરવરાટ, ક્યાંય;

ભગ્ન હૃદયે !


તરવરાટ

વધુ છુપાવી શકો,

નહિ ક્યારેય !


થાય જ નહિ,

કોઈ દિ' તરવરાટ,

સદાનો સંગી !


તરવરાટ,

વિના, સંભવે નહિ,

નિરવ શાંતિ.


પામવા એને,

તીવ્ર તરવરાટ,

અપેક્ષિત છે.


નિરાશ થયે,

પાલવે નહિ, રાખો;

તરવરાટ.


તાલાવેલીથી,

દેખાઈ આવો, ચોખ્ખા !

ઢોળ વિનાના.


જશો કામથી;

જો, ન, તરવરાટ,

જીવન માંહી !


વળગ્યાં રહો,

સિદ્ધિ મળશે ! પૂર્ણ,

તલસાટથી.


પ્રતીતિ કો' ની,

તરવરાટ, થકી;

સન્મુખ થાયે.


એના ઇશારે,

વધે, શ્વાસ ને રહે;

તરવરાટ.


ઈશની પ્રાપ્તિ,

તરવરાટ થકી;

શક્ય બનશે !


તરવરાટ,

અંકે કર્યો ! લખી લો;

શાંતિ નફામાં.


તું અને હું ! જો,

તરવરાટ શમે;

નથી કામનાં !


Rate this content
Log in

Similar gujarati poem from Classics