ગ્રામ્ય જીવન
ગ્રામ્ય જીવન
ગ્રામ્ય જીવન અને
શહેરી જીવનનો, તફાવત કેટલો?
દીવા જેવો સ્પષ્ટ દેખાય એટલો.
ધર્મનું મૂળ એટલે ગામડું,
પછી ભલેને હોય કોઈનું, કે આપણું,
એમાં થાતું,અહંકાર એકલતાનું તાપણું.
દેખાતો વડીલો પ્રત્યે આદર,
સંપ તો સામે આવતો,
કુટુંબ કબીલો સાથે રહેતો દેખાતો.
બોલી જાતું ઘરનું વાતાવરણ,
અહીં માનવ ધર્મ પળાતો,
નાના મોટા એ રીતે રહે,
જાણે ઘર સ્વર્ગ સોહે.
ન વિવાદ ન વિખવાદ,
ન કદી કામની કોઈ વહેચણી,
ન હતો કોઈના આવકની ખેચણી,
કદી ન થતી આવકની વહેંચણી.
નભતુ મોટું કુટુંબ ઓછી આવકે વળી.
શહેરને ગ્રામ્યમાં ફરક બહુ જાજો વળી.