ગામડે
ગામડે
વેકેશન પડે ને ગામડે જતા,
શહેરમાં ના ગામડાની મજા.
એ ગામની સીમ અને લહેરાતા ખેતરો,
જોઈને અમે પ્રફુલ્લિત થઈ જતાં.
બાળપણની યાદો ગામડાની હજુ છે,
મિત્રો સાથે ગીલ્લી દંડા પકડ દાવ રમતા.
શહેરમાં ના મળે કોઈ મેદાન હવે,
બાળકો રમે હવે મોબાઇલ રમતો.
ગામડે પનિહારી કૂવે પાણી ભરતી,
હસતી હસતી અને સુખદુઃખની વાતો થાતી.
હળીમળીને રહે ગામડે લોકો,
પ્રસંગે કામ આવતા એ પડોશીઓ.
સવારે કોયલની કૂક અને પંખીઓના કલરવ,
નાનકડું બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર.
ઉધાર પણ મળે સૌ કોઈ ઓળખતું,
ચાલો આપણે માણીએ ગ્રામ્ય જગત.
