જીવન સાંજે
જીવન સાંજે
વૃદ્ધની વ્યથા જ પરવશતા ન આવે કદી
ગુજરી ગઈ ઉપરાઉપરી સદીઓ હા કદી,
દાંત વગરના હાસ્ય જોઈ રમુજ થંઉ ના કદી
વાળ થશે સફેદ ચાલશે કાળું દિલ ના કદી,
ઉતર ચઢ દાદર લિફ્ટ હા ફાવશે પણ કદી
મોતિયો ઉતરાવાશે અંધાપો ના ફાવશે કદી,
ખૂણે રડી લેવાશે પોક મૂકી ઘરઘરમાં જ કદી
ભરબજારે છડેચોક ઉધડી રૂચશે ના રે કદી,
ભૂલ કરે ચાલશે બાળક છે તો થાય પણ કદી
ઉલટ તપાસ તો શું ? સમજશે પ્રેમથી તો કદી,
ઓછા ચાલશે ચોખ્ખા જોઈશે નિર્વસ્ત્ર ન કદી
પૂરજે કોડ રાખી લાજ વેળાસર બોલાવજે કદી.
