STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

3  

Manishaben Jadav

Fantasy Inspirational Children

જીવન બદલ્યા

જીવન બદલ્યા

1 min
190

પહેલા પાટી પેનથી સૌ લખતાં

હવે આવ્યા બુક પેનના યુગ રે

  આજે શોધખોળ થકી જીવન...

પહેલા રંગપૂરણી બાળકો કરતાં

ચિત્રપોથીના હવે આવ્યા નવા યુગ રે

આજે શોધખોળ થકી જીવન બદલ્યા...

પહેલા ચાલીને મુસાફરી કરતા

હવે હવાઈ મુસાફરીના આવ્યા યુગ રે

    આજે શોધખોળ થકી જીવન...

પહેલા વાવણી બળદો થકી કરતા

હવે ટ્રેકટરના આવ્યા નવા યુગ રે

  આજે શોધખોળ થકી જીવન...

પહેલા માટલાનું પાણી ઠંડું ભરતા

ફ્રિજના હવે આવ્યા નવા યુગ રે

     આજે શોધખોળ થકી જીવન...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy