Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

જીવન આશ

જીવન આશ

1 min
12.9K


સાંભળી શકો તો જરૂર સાંભળજો,

અંત:કર્ણ સરવા કરી,

ખામોશીનો એક બોલતો,

પગરવ લઈને આવ્યો છું.


માણી શકો તો જરૂર માણી લેજો,

એક અનોખી મહેફિલ,

શૂન્યતાની સરગમનો,

આઠમો સૂર લઈને આવ્યો છું.


ને ઓળખાણમાં પડશો તો,

જીવનભર પસ્તાવું પડશે,

અહેસાસ એક અજાણ્યો જ,

પરિચય કરાવવા લાવ્યો છું.


વિચાર મંઝીલ પર પહોંચવાનો

માંડી જ વાળજો,

સફર અલગારી એકાંતની,

એક રસ્તા વગરની લાવ્યો છું.


કરવી હોય તો શંકા ઉપર શંકા,

જરૂર હજાર વાર કરજો,

હું તો સત્ય ને શાશ્વતમાં ઝબોળેલી,

આત્મશ્રદ્ધા લાવ્યો છું.


દરેક મજબૂરીને હમણાજ,

દફનાવી દ્યો જમીનમાં જ,

ઉડવા માટે અંતરનું અનંત,

ને અગોચર આકાશ લાવ્યો છું.


ખંખેરી નાંખો એક જ ઝાટકે,

નિરાશા અને આ ઉદાસીને,

મૃત્યુનેય શરમાવે એવી,

જીવન આશ લઈને આવ્યો છું.


મનુષ્ય થઈને "પરમ" ન પામીએ,

તો ધૂળ પડી જીંદગીમાં,

પળમાં પશુતા મીટાવે એવું,

'પાગલ'પન લઈને આવ્યો છું.


Rate this content
Log in