STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

જીવલેણ દરિયો

જીવલેણ દરિયો

2 mins
139

બપોરના ચાર વાગ્યા હતા.

સુનયના પોતાના રૂમમાં ડ્રેસિંગ ટેબલ સામે તૈયાર થઈ રહી હતી.

તેને વાદળી કલરનું ગાઉન પહેર્યું હતું.

જેમાં ખૂબ સુંદર લાગી રહી હતી.

કાનમાં મેચિંગ ઈયરિંગ્સ પહેર્યા.

નાકમાં નથણી પહેરી.

હાથમાં કાચની મેચિંગ બંગડીઓ પહેરી.

ખૂબ જ સરસ હેરસ્ટાઇલ બનાવી હતી.


પોતે હતી જ સ્વર્ગની અપ્સરા જેવી.

એમાં આજે ભાલ પરની મેચિંગ બિંદી

અને હોઠ પરની લાલી.

એના ચહેરા ખૂબ દીપાવતી હતી.


ચુંબકીય પહેરવેશ સાથે એના અંગો પણ, કુદરતે નવરાશના સમયમાં ઘડ્યા હોય એવું લાગતું હતું.

ટૂંકમાં કુદરતનું અણમોલ સર્જન એટલે સુનયના.

સુનયના આજે ખૂબ ખુશ હતી.

કારણ કે આજે એનો પ્રિયતમ સાગર,

એને

એની મનપસંદ જગ્યા યાને કે દરિયા કિનારે લઈ જવાનો હતો.

આજે સુનયનાના મનની સાથે,

બહારનું વાતાવરણ પણ ખૂબ ખુશનુમા હતું.

બહાર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો.

અને ભીતર સપના ઓ નો.

સુનયનાનાં અંગોમાં થનગનાટ હતો.

હૈયે તલસાટ હતો પ્રીતમ ને પામવાનો.

સાગર પોતાની ગાડી લઈ સુનયના ને સાથે લઈ સફર શરૂ કરે છે .

બંને એકબીજા સાથે ખૂબ વાતો કરે છે. પોતાના સપનાઓ સજાવે છે.

ખૂબ ખુશ છે આજે બંને,

કેમ કે એકમેકની ચાહત ને વ્યક્ત કરવા, આજે ખૂબ સમય હતો બંને પાસે.

આસપાસનું માહોલ પણ ખૂબ સુંદર હતું. ધરતી જાણે ! અંબરના સ્પર્શથી વરસાદરૂપી ચુંબનથી ખીલી ઊઠી,

ધરતી પોતાનો સીનો ફાડી રોમાંચ કરી રહી હતી.

ચારે બાજુ લીલોતરી છવાઈ ગઈ.

ફૂલો પણ ખુશ્બુ ફેલાવી તન મન ને બહેલાવી રહ્યા હતા.

પ્રકૃતિ સોળે કળાએ ખીલી હતી.

બહાર વરસાદ રીમઝીમ તો ભીતર લાગણી લીલીછમ.

  

બંને ખૂબ ખુશ હતા.

એક મેક ને ખુશ રાખવાના અને સાથે રહેવાના કોલ આપી જાય છે.

રસ્તો કયારે પુર્ણ થયો બંનેને ખબર પણ ના રહી.

  

સાગર કિનારે બંને બેસી,

વરસાદની સાથે ગરમ ગરમ મકાઈની મજા માણી રહ્યા હતા.

સાથે સોનેરી સોણલાં સજાવી રહ્યા હતા.

સુનયનાને પાણીમાં ન્હાવાનો બહુ શોખ હતો.

એટલે એ થોડે સુધી પાણીમાં જાય છે.

પોતાની મસ્તીમાં એટલી લીન હોય છે કે. સાગરનો અવાજ પણ એ સાંભળી શકતી નથી.

અચાનક ખૂબ જોરથી પવન ફૂકાઈ છે.

અને મોજા ઊંચા ઉછળવા લાગે છે.

અને આ મોજામાં સુનયના પણ ગરકાવ થઈ ગઈ.

 સાગર ના મોજા એને પોતાની બાહોમાં સાથે મધ દરિયે લઈ ગયા.

હેલ્પ હેલ્પની રાડો નાખતો રહ્યો સાગર.

પણ

કોઈ સુનયના ને બચાવી ના શક્યો.

આ તોફાની સાગરે તો,

હેતાળ સાગરના સપનાઓને ચૂર ચૂર કરી નાખ્યાં.

સાગર ખૂબ દરિયાને વિનવે છે,

મારી સુનયના મને આપ !

હું નહિ જીવી શકું એના વગર .

પણ આ ગાંડોતૂર સાગર ક્યાં કોઈનું સાંભળે છે

એ તો સાગર ની ખુશીઓને વેરણ છેરણ કરી ગયો.

હવે સાગર પાસે કઈ બચ્યું નહોતું.

સિવાય કે સુનયના ની યાદો.

આજે વારસો વિતી ગયા એ યાદોમાં સાગર જીવી જાય છે.

જ્યારે દરિયા કિનારે ફરવાની વાત આવે ત્યારે હંમેશા એ કહે છે.

આ "દરિયો તો જીવલેણ છે"

એણે મારી સુનયના નો જીવ લીધો.

હું પણ ક્યાં જીવંત છું ફક્ત શરીર જીવંત છે

મારો આત્મા તો ક્યારનો આ જીવલેણ દરિયો હરી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy