જીવી લઉં છું
જીવી લઉં છું
જેવું મળ્યું છે જીવન એ હું જીવી લઉં છું,
તૂટેલા આભને થોડું થોડું હું સીવી લઉં છું,
સુખનો અનુભવ થયો છે નહીં કદાપિ મને,
દુઃખોના ભારને ખુશીથી હું જીરવી લઉં છું,
તસ્વીર સંઘરી દીધી છે તમારી હૃદયમાં મેં,
સામે મળો ક્યારેક તો મુખ હું ફેરવી લઉં છું,
કહાણી એવી જે દુનિયાને કહેવાય ક્યાં છે ?
સાંભળે છે મન એને તો હું સુણાવી લઉં છું,
દશા ફકીરીની છે ને હાલ બેહાલ છે હવે તો,
સતાવ્યો છે તમે તો ખુદને હું સતાવી લઉં છું.
