જીંદગીની રફતાર પકડી લઇએ
જીંદગીની રફતાર પકડી લઇએ
ચાલ ફરી એકવાર આ જીંદગીની રફતાર પકડી લઇએ..
નવા વરસને નવા સંકલ્પો અને આશાઓ સાથે સજાવી લઇએ...
ના બાંધીએ આ સમયની સાથે ખોટી આશા કે અરમાન..!
જે મળ્યું છે એને ઇશનો પ્રસાદ સમજી વધાવી લઇએ...
આપવા બેઠો છે જગતને હજાર હાથવાળો જગદીશ..
મારું પાત્ર કેવડું ને મારી પાત્રતા.. આજ પિછાણી લઇએ.
