જીકે અંતાક્ષરી 30
જીકે અંતાક્ષરી 30
(૮૮)
છે મંચમઢી મહાદેવ પર્વતે,
મધ્યપ્રદેશની પ્રતિષ્ઠા;
હિમાલયમાં નૈનિતાલ જવાય,
મનમાં હોય જો નિષ્ઠા.
(૮૯)
ઠંડું દાર્જિલિંગ હિમાલયે,
જ્યાં પશ્ચિમ બંગાળની હદ;
મહાબળેશ્વર પશ્ચિમઘાટમાં,
મહારાષ્ટ્રને ચડાવે મદ.
કુદરતી સરોવરો
(૯૦)
દાલ ને વુલર સરોવર,
કશ્મીરની જમીન પર;
મીઠા પાણીનાં સરોવરોમાં,
સૌથી મોટું છે વુલર.
(ક્રમશ:)
