STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance Classics

4  

Ramesh Patel (Aakashdeep)

Romance Classics

જઈએ વૃન્દાવનને મેળે

જઈએ વૃન્દાવનને મેળે

1 min
261

વેણુ વાગેને વનમાળી બોલાવે,

હાલો ..હાલોજઈએ વૃન્દાવનને મેળે-

કાનો મારો છેલ રે છોગાળો.


હાલે ગોકુળ ને હાલે રે વ્રજ થઈ ઘેલું,

દોડે રે દલડાં વાટે કાલિન્દીને કાંઠે,

વન મન મોરલા રંગે ટહુકેહાલો,

હાલો જઈએ વૃન્દાવનને મેળે,

કાનો મારો છેલ રે છોગાળો.


દૂર ધબૂકે છે ઢોલ ઝીલી હૈયાના બોલ,

ગોપ -ગોપી કિલકાટે ઊડે હૈયે ગુલાલ,

મસ્તીમાં મલકાવે માધવ ચિત્તચોર,

હાલોહાલો જઈએ વૃન્દાવનને મેળે,

કાનો મારો છેલ રે છોગાળો.


કેડ કંદોરે સોહે બંસીધર કાન,

લાગે રે મીઠડાં રાધા- કૃષ્ણનાં ગાન,

મંદમંદ વાયુ વરસાવે વ્હાલ ચૂંદડીએ,

હાલો ..હાલો જઈએ વૃન્દાવનને મેળે,

કાનો મારો છેલ રે છોગાળો.


ઘૂમે મેળે રૂમઝૂમ છત્તર શણગાર, 

સજે જોબન ઝીલી ઝાંઝર ઝણકાર, 

મુખડું મલકે ને મોહન મીઠડો મ્હાલે,

હાલો હાલો જઈએ વૃન્દાવનને મેળે,

કાનો મારો છેલ રે છોગાળો.


વરસે વ્યોમેથી અંગ ઠૂમકે રે વ્હાલ,

કાનજીના પાવો જાણે અમૃત સૌગાદ,

ચગડોળે ચગિયો આનંદે નંદનો કિશોર,

હાલો ..હાલો જઈએ વૃન્દાવનને મેળે,

મેળે મેળે રે લોલકાનો મારો છેલ રે છોગાળો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance