STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

ઝૂમે વ્યોમે ત્રિરંગો

ઝૂમે વ્યોમે ત્રિરંગો

1 min
171


ઝૂમે વ્યોમે ત્રિરંગો……

છંદ-સ્ત્રગ્ધરા

સંગ્રામે  મુક્તતાના, અમર  યશધરી, ભેટ દીધી  સુભાગી

ઝૂમે  વ્યોમે  ત્રિરંગો, ફરફર ફરકી,  ધન્ય  મા ભારતી  તું

પ્રજાસત્ત્તાક  ભોમે,  સુરભિત  કુસુમે,  વાયરા  હેત  ઢોળે

ઝીલી તોપો સલામી, દ્ર્ઢ જન ઉરમાં , ગૌરવી શોભતી તું


ઝૂમે ખેતો  જ  ધાન્યે, વનવન લહરે, ગાય ગીતો સરીતા

ભંડારા માત  ખોળે, સુધન વતન  આ, શોભતો દેશ શાખે

ઊડે  કેવા  વિહંગો, હરખ  સભર  હો, શાંતિ  સં

દેશ  દેતા

આઝાદીના ઉમંગો, નવલ ક્ષિતિજમાં, ભાવિના ભેખ ભાખે


શિક્ષા પામી યુવાનો, હરણ ચરણથી, ઝીલતા જ્ઞાન આભા

ખૂલે સીમા અનંતા, પર હિત સુખમાં, રાચવું  એજ  નારો

સેનાની  કોટિ હાથે, નભ  જલધિ  તટે, સંકટો જાય આઘા

ઉત્ત્સવો એજ પૂંજી, શિલ અમન તણા, ભાવના ભાતૃચારો


દે  જે  તું જોમ ધૈર્ય, જય જય કરવા, શાન તારી ત્રિરંગા

વંદીએ  જન્મભોમા, પુલકિત મનડે, માવડી  ઓળઘોળા


રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational