ઝરૂખો
ઝરૂખો
તું તારા ઝરુખામાં અને હું મારી છતમાં,
તું આવીશ તો છત પણ ઝરૂખો બની જશે,
તું સમજે એ પતંગ પણ હું છું, તું આવીને જોતો,
તું આવીશ તો છત પણ ઝરૂખો બની જશે,
તું જોવે એ સપના પણ હું છું, તું આવ તો ખરા,
તું આવીશ તો છત પણ ઝરૂખો બની જશે,
તું યાદ કરે એ પણ હું છું, તું આવતો ખરા,
તું આવીશ તો છત પણ ઝરૂખો બની જશે,
તું જેને પ્રેમ કરે એ પણ હું છું, તું કર તો ખરા,
તું આવીશ તો છત પણ ઝરૂખો બની જશે,
તું તારા ઝરુખામાં અને હું મારી છતમાં.