ઝરૂખો મળ્યો
ઝરૂખો મળ્યો
વ્યોમ, પૃથ્વીને ક્ષિતિજ નામે ઝરૂખો મળ્યો,
સુર્ય, ચંદ્રના પ્રકાશે તેજ પુંજ તેમાં ભળ્યો.
ખીલે વસંતે પ્રકૃતિ સોળે શણગાર સજી,
ફુલોને અત્તર જેમ મહેકવાનો કેફ ચડ્યો.
પ્રેમ ઈંટો ગોઠવી સ્નેહ ભીંતો ઉભી કરી,
હ્રદયે પ્યારના રંગોથી મહેલ રુડો ચણ્યો.
એ સર્જનહારનો નિરંતર ચાલે ચાકડો,
જે માટી માંથી સુંદર માનવ દેહ ઘડ્યો.
ઇચ્છાના ઢગલા પર ચડે મન અતરંગી,
‘દિવ્ય’જીવનમાં અતૃપ્તિનો પથ્થર નડ્યો.
